नादस्य
पूर्णस्य इति नाद|-જગત,વિશ્વ,પૃથ્વી,વસુધા,અવનિ,ધરા ને ન જાણે કંઈકેટલાય અર્થ નામ વિસ્તાર...છતાંય જેનો કદી વિસ્તાર નિશ્વિત નથી.જે અસીમ અથાહ અનંત સુધી,અનંતમાં,અનંત થકી જે ફેલાય ને ફરી અનંતમાં જઈ સમાહિત થઈ ફરી ફરી જન્મ ધારણ કરે એ મૂલત: પ્રકૃતિના મહામૂલ તત્વ તરીકે જો કશું હોય તો એ નાદ છે.જે ખરેખર નથી..!પણ છતાંય આઠેય પ્રહર ચોવીસ હજારામાં સદાય...દરેક ક્ષણ-ક્ષણાર્ધે ઉપસ્થિત છે જેની સ્થિતિ ન હોવા જેવી છે અને એનું ન હોવું જ એકમાત્ર હોવાની મહત્તા પ્રગટ કરે...અથ નાદ...!ઈતિ નાદ...!?!કલ્યાણમસ્તુ...